વડાપ્રધાનની 15 મુદ્દા અમલીકરણ સમિતિમાં યુનુસ સમા, પિયુષ પારેખ અને મનજીતસિંઘ ઉપાલની વરણી
ભાજપના અગ્રણીઓએ આપ્યા અભિનંદન જામનગરના ત્રણ સમાજના અગ્રણીઓને મળ્યું સ્થાન
દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૩ જૂન ૨૨ જામનગર લઘુમતીઓના કલ્યાણ માટે પ્રધાનમંત્રી દ્વારા રચવામાં આવેલ 15 મુદ્દા કાર્યક્રમના અમલીકરણ માટે જીલ્લાસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જામનગરની આ મહત્વની સમિતિમાં ત્રણ બિન- સરકારી સભ્ય તરીકે નગરના ત્રણ સમાજના આગેવાનોને નિયુકિત આપવામાં આવી છે. આ સમિતિનો મહત્વ ઉદ્દેશ એ રહેશે કે ભારત સરકાર દ્વારા લઘુમતીઓના કલ્યાણ માટે જે જે 15 મુદ્દા કાર્યક્રમો રચવામાં આવ્યા છે તેનો અસરકારક રીતે અમલીકરણ થાય મહત્વનો મનાતી આ સમિતિમાં અઘ્યક્ષ પદે જિલ્લા કલેકટર રહેશે જ્યારે સહ અઘ્યક્ષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી રહેશે.
આ ઉપરાંત સભ્યોમાં જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયતના રોજગાર અધિકારી, જિલ્લાના શિક્ષણ અધિકારી, લીડ બેંકના અધિકારી, જિલ્લા ઉદ્દયોગ કેન્દ્રના મેનેજર, જામનગરના ચીફ ઓફિસર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સરકારી કોલેજના પ્રતિનિધિ, આઇટીઆઇના પ્રિન્સીપાલ તેમજ વિકસતી જાતિના જિલ્લા નાયબ નિયામકનો સમાવેશ છે.
આ યોજનાનું પાલન આઅસરકારક રીતે થાય તેવા હેતુ સાથે તમામ જિલ્લામાં જીલ્લાસ્તરીય સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું છે અને તેમાં બિન સરકારી સભ્ય તરીકે જામનગરના 3 વ્યક્તિની નિમણુંક કરવામાં આવી છે એ બાબત વિશેષરૂપ છે.