જામનગર ગુલાબનગર વિસ્તારમાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો
- જૂની અદાવતનો ખાર રાખી પાડોશી શખ્સો ટૂટી પડ્યા: દંપતિને આડેધડ છરીઓના ‘ધાખો ઝીંકાયા
- ટુકી સારવારમાં યુવાનનું ઢીમ ઢળી ગયું : હુમલો હત્યામાં પલટાયો
- આરોપી :-(૧) ઈર્ષાદ મહમદભાઈ મગીડા (૨) ફૈજલ ઉર્ફે બોદુ મહમદભાઈ મગીડા રહે.બને ગુલાબનગર, અખાડા ચોક, પેન્ટર વાળી શેરી જામનગર
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૪ ઓગસ્ટ ૨૩ જામનગર ગુલાબનગર અખાડા ચોકમાં ગઇકાલ રાત્રે જૂની આદાવતનો ખાર રાખી દંપતિને પાડોશી દ્વારા આડેધડ છરીઓ ઝીકાઇ હતી તેમાં યુસુફભાઈ દાઉદભાઈ સાંધાણી નામના ચાલીસ વર્ષીય યુવાનનું સારવારમાં મોડી રાતે મોત નિપજતાં હુમલો હત્યામાં પલટાયો હતો