Home Gujarat Jamnagar પ્રેમલગ્ન કરનાર યુવાનના ભાઈને પડ્યો માર : ત્રણ શખ્સ સામે ફરિયાદ

પ્રેમલગ્ન કરનાર યુવાનના ભાઈને પડ્યો માર : ત્રણ શખ્સ સામે ફરિયાદ

0

કાલાવડ તાલુકાના બેરાજા ગામના સીમ વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના ભાઈ ઉપર હુમલો: ત્રણ શખ્સ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૦૬. કાલાવડ તાલુકાના બાંગા ગામના રહેતાં પરબત લાખા વાઘેલા નામના વૃદ્ધનું ખેતર બેરાજા ગામની સીમમાં આવેલું છે અને ખેતરના રસ્તેથી પસાર થતા વૃદ્ધનો પુત્ર ભગવાનજીના બાઈકને ગત તા.1 ના રોજ સવારના સમયે લાખા આણંદ સોલંકી, કારા આણંદ સોલંકી અને વાલા કરશન ભીત નામના ત્રણ શખ્સોએ આંતરીને ‘તારો નાનો ભાઈ પ્રવિણ મારી ભાણેજને ભગાડી અને પ્રેમલગ્ન કેમ કર્યા ?તે બાબતનો ખાર રાખી ભગવાનજી ઉપર લાકડી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી અપશબ્દો કહ્યા હતાં તેમજ પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં બનાવની જાણ થતા એએસઆઈ એસ.આર. ચાવડા તથા સ્ટાફે વૃદ્ધના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version