ક્રેડીટબુલ્સ ઇન્વેસ્ટમેંટના ૨૩ કરોડના કૌભાંડના નાસતા ફરતા આરોપીને નેપાળ બોર્ડર થી પકડી પાડતી જામનગર પોલીસ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૬ જાન્યુઆરી ૨૪, જામનગર માં ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ ના ૨૩ કરોડ નાં કૌભાંડ મા સંડોવાયલો અને નાસ્તો ફરતો એક આરોપી નેપાળ બોર્ડર પર થી જામનગર પોલીસ નાં હાથે ઝડપાયો છે.જામનગર નાં સીટી-બી ડીવીઝન પોલીસ મથક મા નોંધાયેલ ગુના મા નાસ્તા ફરતા આરોપી ધવલ દીનેશભાઈ સોલાણી અને યશ દીનેશભાઈ સોલાણી ની શોધ-ખોળ કરતાં બન્ને આરોપીઓ વિદેશ નાસી ગયા હોવાનું જાણવા મળ્યું હતું . આ કેસ મા અગાઉ મુખ્ય આરોપીઓ પકડાઇ ગયો હતો, અને હાલ તે જેલ હવાલે છે.