એસ.ઓ.જી. ની ટીમે બાવરીવાસ વિસ્તારમાં દરોડો પાડી ૧૩૦ ગ્રામ જથ્થા સાથે મહિલાની અટકાયત કરી: સપ્લાયરનું નામ ખૂલ્યું
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦, ઓક્ટોબર ૨૩ દેશી દારૂ સહિતની અનૈતિક પ્રવૃત્તિઓથી ધમધમતા એવા બાવરીવાસ વિસ્તારમાંથી એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક મહિલાની અટકાયત કરી હતી.પોલીસ સુત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ જામનગર શહેરના બાવરીવાસ વિસ્તારમાં રહેતા શાંતાબેન કિશોરભાઈ કોળી નામની મહિલા પોતાના ઝુંપડામાં બહારથી ગાંજો મંગાવી તેનું વેંચાણ કરતી હોવાની બાતમીના આધારે પંચોને હાજર રાખી ઉપરોકત સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.એસ.ઓ.જી. ની ટિમ દ્વારા ઝુંપડાની ઝડતી તપાસ હાથ ધરતાં લોખંડની પેટીમાંથી ૩૧ નાની અને એક મોટી પ્લાસ્ટીકની કોથળીઓમાં ૧૩૦ ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.જયારે આ ગાંજો કોની પાસેથી લાવ્યો હતો, તે બાબતે પુછપરછ કરતાં તેણીએ આ ગાંજાનો જથ્થો ધરારનગરમાં રહેતા અવધેશકુમાર નામનો પરપ્રાંતીય શખ્સ આપી ગયો છે,જે હું અહીં છુંટક વેંચાણ કરુ છું. તેવી હકીકત જણાવતાં પોલીસે તેની અટકાયત કરી એન.ડી.પી. એસ. એકટ-૪૨ મુજબ ગુનો નોંધી ગાંજાનો જથ્થો આપનાર અવધેશ કુમારને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.