Home Gujarat Jamnagar જામનગર લાંચ પ્રકરણમાં મહિલા PSI દોઢ દિવસના રિમાન્ડ પર.

જામનગર લાંચ પ્રકરણમાં મહિલા PSI દોઢ દિવસના રિમાન્ડ પર.

0

જામનગર લાંચ પ્રકરણમાં મહિલા પીએસઆઇ દોઢ દિવસના રિમાન્ડ પર.

જામનગર: જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતાં દિવ્યરાજસિંહ ઝાલા નામના પોલીસ કર્મચારીને અંબર સિનેમા રોડ પરથી જામનગર એસીબી પી.આઇ. એ.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા શુક્રવારે રાત્રિના સમયે રૂા. 5000ની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડયો હતો. એસીબીની ટીમે મહિલા પોલીસ સ્ટેશનથી થોડે દૂર અંબર સિનેમા રોડ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું.

જ્યાં ડ્રાઇવર દિવ્યરાજસિંહ ઝાલા રૂા. 5000ની ચલણી નોટો સ્વીકારવા માટે આવતાં તેને રંગેહાથ પકડી પાડયો હતો. જેને એસીબીની ટીમે દિવ્યરાજસિંહને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને પૂછપરછ દરમ્યાન તેણે મહિલા પીએસઆઇ યુ.આર.ભટ્ટ વતી નાણાં સ્વિકાર્યા હોવાનું ખુલ્યું હતું. દરમ્યાન એસીબી પીઆઇ આર.આર.સોંલકી તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

જામનગરના એક આસામીની સાળીને કોઇ શખ્સ ભગાડી ગયો હોય અને આ પોક્સો એકટ અંગેના કેસમાં આગળની કાર્યવાહી નહીં કરવાનાં સંદર્ભમાં તપાસનીસ અધિકારી દ્વારા પાંચ હજારની લાંચની માગણી સંદર્ભે ફરિયાદીએ ફરિયાદ કરી હતી અને એસીબીએ શુક્રવારે રાત્રિના છટકું ગોઠવી પીએસઆઇ વતી પાંચ હજારની લાંચ સ્વીકારતા દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલા (ડ્રાઇવર)ને ઝડપી લઇ રિમાન્ડ મેળવ્યા હતાં. તે દરમ્યાન એસીબીની ટીમે આજે બપોરે મહિલા પીએસઆઇ યુ.આર.ભટ્ટની ધરપકડ કરી રિવોલ્વર કબ્જે કરી હતી અને આજે સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂકરવામાં આવ્યાં હતાં. અદાલતે મહિલા પીએસઆઇના દોઢ દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં.

એસીબીની ટીમે આ પ્રકરણમાં અન્ય કોઇ સ્ટાફની સંડોવણી છે કે કેમ? તે અંગેની તપાસ આરંભી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version