ઐતિહાસિક ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી- સાંસદ સી.આર.પાટીલ ની પ્રેરક ઉપસ્થિતિ..
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક તોડવા સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે.
આવનારી પેઢી સુધી શહીદ વીરોની શોર્યગાથા પહોંચે તે માટે કરેલ શૌર્ય કથા સપ્તાહના આયોજન બદલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ડો.જયેન્દ્રસિંહ જાડેજાને સાંસદે આ તકે અભિનંદન પાઠવ્યા હતા તેમજ આવનારા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્ષત્રિયોનો ઈતિહાસ દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ જાડેજા (લાખાણી), હિતેન્દ્ર સિંહ ચુડાસમા, ગજુભા જાડેજા તથા પી.એમ.જાડેજાએ કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તથા ભરતભાઈ બોધરા, ડો.જ્યેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, પી.ટી.જાડેજા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, જીલ્લા પંચાયતના લગધીરસિહ જાડેજા (રોજીયા) તથા મેઘજીભાઈ ચાવડા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, રાજભા જાડેજા, ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા (બોબીભાઇ) દીપકસિંહ ઝાલા સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.