વાડીનાર નાં જાખર કોઠા અનામત જંગલ માં ફાંસલો નાખી નોળિયા નો શિકાર કરતાં બે ઝડપાયા
-
ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા બંને શખ્સોને અદાલત સમગ્ર રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ ડીસેમ્બર ૨૪, જામનગર નાં મુખ્ય વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક, નાં આર.સેન્થીલ કુમાર તથા નાયબ વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક જામનગર નાં શ્રીમતી રાઘીકા પરસાણા એ જીલ્લા માં ચાલતી વન્યજીવ શિકાર ની પ્રવૃતિ અટકાવવા માટે સુચના આપી હતી. જેના અનુસંઘાને રેન્જ ફોરેસ્ટ ઓફીસર મરીન નેશનલ પાર્ક સિક્કા નાં પી.બી.કરમુર દ્રારા વિવિઘ ટીમો બનાવી વાડીનાર રાઉન્ડ વિસ્તારના જાખરકોઠા અનામત જંગલ વિસ્તાર ખાતે પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી.
તારીખ ૧૫-૧ર-ર૦ર૪ના એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ જામનગર ની કોર્ટમાં સરકાર તરફે રેન્જ ફોરેસ્ટ ઓફીસર- સિક્કા નાં પી.બી.કરમુર સરકારી વકીલ મારફત રિમાન્ડ અરજી સાથે આરોપીઓને રજુ કરતા. એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ દ્વારા એક દિવસ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. જેથી જામનગર ગ્રામ્ય વિસ્તારના શિકારની પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ અંગે હુસેનભાઈ ઓસમાણભાઈ ગાધ ( ફોરેસ્ટર, વાડીનાર રાઉન્ડ) ની ફરિયાદ ના આધારે આર એફ ઓ સિક્કા રેન્જ નાં પ્રભાતભાઈ ભાયાભાઈ કરમુર તપાસ શરૂ કરી છે.
શિકારમાં ઉપયોગ થયેલ ફાસલા નંગ-૨, મોટરસાયકલ સહિતનો અંદાજીત રકમ રૂપિયા ૫૧૦૦૦ ની કિંમત નો મુદ્દામાલ વન વિભાગે કબ્જે કર્યો છે.