આગામી અઢી વર્ષ માટે જામનગરના પ્રથમ નાગરિક બનતા વિનોદ ખીમસુર્યા
- જામ્યુકોના નવા સુકાનીઓની વરણી: ડેે.મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન તરીકે નિલેશભાઇ કગથરાના શીરે તાજ
- આશિષ જોષી શાસક પક્ષ નેતા અને કેતન નાખવા બન્યા દંડક
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૨ સપ્ટેમ્બર ૨૩ : જામનગર ભારે ખેંચતાણ અને લાંબા સસ્પેન્સ બાદ આગામી અઢી વર્ષ માટે આખરે જામનગર મહાનગરપાલિકાના આજે નવા સુકાનીઓની વરણી કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતાં આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા હોદ્દેદારોના નામની જાહેરાત થઇ છે.
જામનગરના મેયરના પદ માટે વિનોદ ખીમસૂર્યા, મુકેશ માતંગ અને જેન્તી ગોહિલ રેસમાં હતા. જેમાથી વિનોદ ખીમસૂર્યાના નામ પર મહોર લાગી છે. તો ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિલેશ કથગરા, પક્ષના નેતા તરીકે આશીષ જોષી અને દંડક તરીકે કેતન નાખવાના નામ પર મહોર લાગી છે.
જામનગર મનપા સ્ટેન્ડિંગ કમિટીના નવા 12 સભ્યોના નામ
1. નિલેશ કગથરા (ચેરમેન) 2. સુભાષ જોશી 3. મનિષ કટારીયા 4. ડિમ્પલ રાવલ 5. કેશુ માડમ 6. કિશન માડમ 7. કેતન ગોસરાણી 8. અરવિંદ સભાયા 9. અમિતા બંધિયા 10. ધર્મરાજસિંહ જાડેજા 11. પાર્થ કોટડીયા 12. હર્ષાબા જાડેજા