Home Gujarat Jamnagar જામનગર સુવરડા ગ્રામજનો દ્વારા પ્લેન દુર્ઘટનામાં શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અપાઈ

જામનગર સુવરડા ગ્રામજનો દ્વારા પ્લેન દુર્ઘટનામાં શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અપાઈ

0

જામનગર તાલુકાના સુવરડા ગામમાં એરફોર્ષ ના ફાઈટર પ્લેન દુર્ઘટનાના શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અપાઈ

  • ગ્રામજનો દ્વારા વિમાનને ગામની વસ્તીથી દૂર રાખીને પોતાના પ્રાણની આહુતી આપનાર શહીદ જવાને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ એપ્રિલ ૨૫, જામનગર તાલુકાના સુવરડા ગામ પાસે બે દિવસ પહેલાં એરફોર્સ નું ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું, અને એક જવાને શહીદી વહોરી હતી. જે વીર જવાનને સુવરડાના ગ્રામજનો એ શ્રદ્ધાંજલિ આપી છે. ફાઈટર પ્લેનને માનવસ્થિતિ દુર રાખીને પોતાના પ્રાણની આહૂતી આપી દેનારા શહિદ જવાન ને ગ્રામજનો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.જામનગરના એરફોર્સના પાયલોટ સિદ્ધાર્થ યાદવ, કે જેણે બે દિવસ પહેલા એરફોર્સના પ્લેન ક્રેશ દરમિયાન સુવરડા ગામની જનતાને બચાવવા માટેના અંતિમ પ્રયત્નો કર્યા હતા. ફાઈટર પ્લેન ક્રેશ થઈને સળગતી અવસ્થામાં નીચે પડી રહ્યું હતું, ત્યારે પોતાના પ્રાણની પરવા કર્યા વિના સળગતા પ્લેનને માનવ વસ્તી થી દૂર ઝાડી ઝાખરા વિસ્તારમાં પ્લેન ને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, અને પોતે શહીદી વહોરી લીધી હતી.જેથી સમગ્ર સુવરડા ના ગ્રામજનો આજે એકત્ર થયા હતા, અને પોતાના ગામને બચાવીને જીવન સમર્પિત કરી દેનારા વીર જવાન સિદ્ધાર્થ યાદવને કદી ભૂલી શકાશે નહીં, તેમ જણાવીને સર્વેએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. જેમાં નાના ભૂલકાઓ અને મહિલાઓ સહિતના સમગ્ર ગ્રામજનો એકત્ર થયા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version