જામનગર જિલ્લાના વિજયાદશમી ઉત્સવની ઉજવણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ (મહાસચિવ) ની ઉપસ્થિતિમાં થશે
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫, ઓક્ટોબર ૨૪ સને ૧૯૨૫ને વિજયાદશમીના દિવસે આ.એસ.એસ.ની સ્થાપના થઈ હતી.આગામી ૧૨-૧૦-૨૦૨૪ના શનિવારે સાંજે ૫:૦૦ થી ૭:૦૦ Iસત્યસાઈ શાળાના રમત-ગમતના મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જામનગર જિલ્લાનો વિજયાદશમી ઉત્સવ રહેવાનો છે.
આ સાથે સંઘમાં માતૃશક્તિને જોડવા માટે પણ પ્રયાસ થઈ રહ્યો છે. ૧૦૦૦ માનવશિક્ત દ્વારા ૩૦૦૦ થી વધુ પરિવાર આ કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત રહેશે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. જામનગર શહેર અને જિલ્લાના રમત-ગમત, સામાજિક કાર્યકતો, સેવાકીય સંરથાઓ, ડૉક્ટર્સ, ઈન્જીનીયર્સ, બિલ્ડર, ઉધોગકારો, લેખક, અધીવકતાઓ વગેરે શ્રેણીના ૧૦૦૦ થી વધુ વિશેષ લોકો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે અતિથિવિશેષ તરીકે ૫.પૂ. આચાર્ય શ્રી કૃષ્ણમણી મહારાજ (શ્રી ૫ નવાતનપૂરી ધામ – ખીજડા મંદિર જામનગર) ઉપસ્થિત રહેશે છે. ઘણીવાર મનમાં પ્રશ્નો ઉઠતા હોય છે કે રાષ્ટ્ર અને સમાજની સેવા માટે અમે શું કરી શકીએ? નારીની સુરક્ષા માટે અમે શું કરી શકીએ? નવી પેઢીના બાળકોના સંસ્કાર સિંચન માટે શું કરી શકીએ? સામાજિક સમરસતા માટે શું કરી શકીએ ? આવા અનેક પડકારોને જીવવા અને તેના સમાધાન માટે સંઘ (આર.એસ.એસ.) સક્રિય છે. આ કાર્યમાં સહભાગી થવા દરેકને આહવાન છે.
સંઘને સમજવા પ્ર-૧૧ સંપ(આર.એસ .એસ.B)માં આવો.. કોઈ નોંધણી કે કોઈ ફોર્માલીટી નહિ. તમને યોગ્ય લાગે ત્યારે આવવાનું..તમને ન ગમે કે, સમય ન હોય તો ન આવવું, મુક્ત છતાં અનુશાસિત સંગઠનનો અનુભવ કરવા એક વાર સંપ (આર.એસ.એસ.) સાથે જોડાઓ.અને તેની શરૂઆત વિજયાદશમીના કાર્યક્રમથી કરો.. સંઘ સાથે જોડાવવા નજીકના કોઈ પણ કાર્યકર્તાનો સંપર્ક કરી શકો છો.