જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટની ઓફીસમાં તોડફોડ: અજાણ્યા શખસો સામે ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર: ૧૧ જુલાઇ ૨૨ જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ પાર્ટીપ્લોટમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તોડફોડ કરી ઓફિસના ખાનામાં સાડા આઠ હજારની મતા ચોરી ગયાની ફરીયાદ સીટી-બી મથકે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જામનગર શહેરના ગાંધીનગર, પુનીતનગર શેરી નં.ર, નવા આશાપુરા મંદિરની બાજુમાં રહેતા હરેન્દ્રસિંહ ઉર્ફે પદીયો ભનુભા ચુડાસમા એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે
આથી સીટી-બી ડિવિઝન પોલીસે IPC કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭,૪૨૭, ૧૧૪ મુજબ ગુનોં નોંધી આગળની તપાસ PSI સપીયા ચલાવી રહ્યા છે.