હર્ષદપુર ગામે આધેડની 10 લોકોએ તીક્ષ્ણ હથિયારો વડે હત્યા નિપજાવી: હોસ્પિટલ ખાતે પોલીસના ધાડા ઉતરી પડયા.
લોકોનું ટોળું અચાનક ધસી આવ્યું અને તૂટી પડ્યું: ભારે ચકચાર
આરોપી:- (૧) પ્રકાશસિંહ ભુપતસિંહ કેશુર (૨) વિક્રમસિંહ ભુપતસિંહ કેશુર (૩) મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો ભુપતસિંહ કેશુર (૪) સંજયસિંહ ભુપસિંહ કેશુર (૫) ધાર્મિક પ્રકાશસિંહ કેશુર (૬) ધાર્મિકાના દાદી (૭) મમલો ગોંવીદભાઈ કોળી રહે બધા નાધુના ગામ તા.જી.જામનગર (૮) રવિ સોલંકી રહે . ચેલા ગામ તા.જી.જામનગર તથા 2 અજાણ્યા માણસ.
ફરીયાદી દશરથસિંહ ભટ્ટીને આ કામેના આરોપી પ્રકાશસિંહની દીકરી પીનલ સાથે પ્રેમસંબધ હોય અને એકબીજા લગ્ન કરવા માંગતા હોય પરંતુ આરોપી પ્રકાશસિંહ ફરીયાદી સાથે લગ્ન કરવાની ના પાડતા હોય તેમ છતા ફરીયાદી પીનલ સાથે પ્રેમસંબધ રાખતા હોય તે કારણે નવલસિંહ હર્ષદપુર પેટ્રોલપંપએ હાજર હોય એ વખતે આરોપી ધાર્મિક તથા તેનો મિત્ર તથા ધાર્મિકના કાકા મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો તથા ધાર્મિકની દાદી આવી ફરીયાદી સાથે મારા મારી કરી જતા રહ્યા હતા.
જેથી ફરીયાદીને બીક લાગતા તેઓએ તેના કાકા શીવુભાને ફોન કરી હર્ષદપુર પેટ્રોલપંપએ બોલાવેલ એ દરમ્યાન થોડીવારમા ઉપરોક્ત તમામ આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચી હાથમા પ્રાણધાત હથિયાર ધારણ કરી ત્રણ મોટરસાઈકલ તથા એક સફેદ કલરની અલ્ટો કારમા આવી તમામએ ફરયાદી ઉપર જીવલેણ હુમલો કરી અને ફરીયાદીને મારી નાખવા માટે આરોપી ધાર્મિક તથા મમલા કોળીએ છરીઓ કાઢી ફરીયાદી ઉપર હુમલો કરતા દશરથસિંહ ભટ્ટી તેઓથી બચીને ભાગતા આરોપી રવી સોંલકીએ લાકડાના ધોકાથી ફરીયાદીના હાથ ઉપર ઘા કરી ઈજાઓ કરેલ એ દરમ્યાન ફરીયાદી ખેતરમાથી હર્ષદપુર ગામ તરફ જતા રોડ પર ફરીયાદીના કાકા શીવુભા આવતા તેઓને તમામ આરોપીઓએ રોડ ઉપર મારા મારી હુમલો કરી આરોપી પ્રકાશસિંહ તથા મહેન્દ્રસિંહ તથા સંજયસિંહએ આ કામેના મરણજનારને પકડી રાખતા આરોપી વિક્રમના તથા ધાર્મિકએ છરી વડે મરણજનારને શરીરે ઘા મારી ગંભીર ઈજાઓ કરેલ અને આરોપી મમલો કોળી તથા અજાણ્યા બે આરોપીઓએ મરણજનારને ઢીકા પાટુથી તથા આરોપી રવિ સોલંકીએ ધોકા વડે માર મારી મરણજનાર શીવુભા જીવણસંગ ભટ્ટી ઉવ .૫૦ વાળાને શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નીપજાવી ફરાર થઈ ગયા હતા આ બનાવથી સારી એવી ચકચાર મચી જવા પામી છે . હત્યાની આ ઘટનાના પગલે હર્ષદપુર ગામમાં ભારે ખળભળાટ મચી ગયો હતો..