જામનગરના જોડીયામાં ગાંજાના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ
દેશ દેવી ન્યૂઝ તા.૨૬ જૂન ૨૩ જામનગર: જોડીયા ટાઉન વિસ્તારમાં બાતમીના આધારે ગાંજા સાથે બે શખ્સને ઝડપી લઇ કુલ 46 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા એનડીપીએસના કેશો કરવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર પર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરવામાં આવેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકીની સુચના મુજબ ધ્રોલ સર્કલ પીઆઇ એમ.બી. ગજજરના માર્ગદર્શન મુજબ જોડીયા પીએસઆઇ આર.ડી. ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન જોડીયા પીએસઆઇ રવિરાજર્સિહ.ડી. ગોહીલને ખાનગી બાતમી મળેલ કે જોડીયા ટાઉનમાં ચારધામ ખાતે આવેલ પાણીના ટાંકા પાસે જાહેર રસ્તા પરથી મોટરસાયકલ સાથે બે ઇસમો ગાંજાના જથ્થા સાથે નિકળનાર છે.
જે હકીકત આધારે પીઆઇ ગજજર સાથે એ જગ્યાએ જઇ રેઇડ કરતા આરોપી સાહીદ ઉર્ફે સાજીદ નુરમામદ પરમલ (ઉ.વ.30) રહે. જોડીયા નાનોવાસ તથા અસરફ ઓસમાણ પરમલ (ઉ.વ.27) રહે. નાનોવાસવાળા પાસેથી ગાંજો 492 ગ્રામ કી. 4920ની વેચાણ અર્થે રાખી તથા રોકડા 16000 તથા એક મોબાઇલ કી. 5000 તથા એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર નં. જીજે10એસ-4253 કિ. 20 હજાર તથા એક નાનો ઇલેકટ્રીક વજન કાંટો કિ. 300 મળી કુલ 46220ના મુદામાલ સાથે પકડી પાડી જોડીયા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો