ફાયર શાખામાં બદલીના ઓર્ડર બાદ 2 ઓફિસરે “લેટર બોંમ્બ “થી ફૂક્યું બગાવતનું રણશિંગું

0
1616

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ઘર ફૂટે ઘર જાય‘

બદલીના હુકમ બાદ 2 કર્મચારીઓએ “લેટર બોમ” થી વિરોધનું રણશિંગું ફુક્યું: ફાયરમાં ‘ભડકો’

દેશ દેવી ન્યુઝ જામનગર 11. જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં છેલ્લા ઘણા સમયથી વિવાદોનો મધપુડો છેડાયેલો છે , અહી અસંખ્ય અસંતોષ અને આડેઘડ નોકરીની ફાળવળી તેમજ ગમે તેને ચાર્જ આપી દેવાની નિતીથી કમિશનર પણ નારાજ થયા છે.આવામાં ડીએમસી દ્વારા તમામ ફાયર સ્ટેશન ઓફિસરોએ શું કામ કરવું અને કયા કામ કરવું તેમજ ઇન્ચાર્જ ફાયર ઓફિસરને કયાં બેસવું તેને શું કામગીરી કરવી વગેરેનો ઓર્ડર કરતા ફાયર વિભાગમાં ભારે ચકચાર મચી ગઇ છે.બીજી બાજું ઓર્ડરથી નારાજ જસ્મીન ભેંસદડીયા અને સજુભા જાડેજા નામના ફાયર સ્ટેશન ઓફિસરોએ લેખિતમાં પોતાની નારાજગી વ્યકત કરતા વિરોધ દર્શાવી બદલી રદ કરવાની માંગણી કરતા આખું પ્રકરણ ભારે ચર્ચાના ચાકડે ચડયું છે.જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ઘણાસમયથી લોલમલોલ ચાલી રહી છે , તેવામાં વધુ એક વિવાદ સામે આવતા કમિશનર લાલચોળ થઇ ગયા અને આ કમિશનરને બાબતની ગંભીરતા લઇ ફાયર વિભાગમાં સાફ સફાઇ હાથ ધરવામાં આવી છે જેમાં ડીએમસી દ્વારા એક વિસ્તૃત ઓર્ડર કરવામાં આવ્યો , જેમાં સાત ફાયર સ્ટેશન ઓફિસરોએ કર્યો ફરજ બજાવવી તેમજ ઇન્ચાર્જ ડે ફાયર ઓફિસર સી . એસ . પાંડેયનને મુખ્ય ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવવી રહેશે તેમજ તેમની બેઠક વ્યવસ્થા મુખ્ય ફાયર સ્ટેશનના ફાયર ટર્મીનલ ખાતે કરવાની રહેશે આ ઓર્ડરમાં દર્શાવવામાં આવ્યું છે કે , ચીફ ફાયર ઓફિસર અને ઇન્ચાર્જ ડે.ફાયર ઓફિસર , ફાયર મેન અને ડ્રાઇવરોની ફાયર સ્ટેશન ખાતેથી કામગીરી અંગેની ફાળવણી અલગથી કરવાની રહેશે .આ ઓર્ડરથીફાયર વિભાગમાં ભૂકંપ સર્જાયો છે , બીજી બાજુ નારાજ સજુભા જાડેજા અને જસ્મીન ભેસદડીયા નામના ફાયર ઓફિસરોએ આકમિશનરને કાગળ લખી બદલીનો વિરોધ કર્યો. હાલ જામનગર મહાનગર પાલીકામાં “લેટર બોંમ્બ” એ સારી એવી ચર્ચા જગાડી છે.