જામનગર મહાનગરપાલિકા દ્વારા બે મોબાઈલ ટેક્સ કલેક્શન વેન નું લોકાર્પણ કરાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૦ જાન્યુઆરી ૨૫ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું ” ડીજીટલ ઇન્ડિયા ” સ્વપ્ન સાકાર કરવા તથા “સરકાર આપનાં દ્વારે ” જેવા નાગરીકો ની સેવાનો અભિગમ પરિપૂર્ણ કરવા માટે જામનગર શહેરના કરદાતાઓ ઘરે બેઠા ટેક્સ ભરપાઈ કરી શકે તે માટે ઓકટોબર – ૨૦૧૫ માં મોબાઈલ ટેક્સ વેન ચાલુ કરવામાં આવેલ હતી. જે સુવિધામાં વધુ બે મોબાઈલ ટેક્સ કલેક્શન વેન નો ઉમેરો કરવામાં આવ્યો છે.