Home Gujarat Jamnagar જામનગરના મચ્છરનગરમાં મહિલાના ઘરમાં ઘૂસી બે શખસોએ આગ ચાંપી દીધી

જામનગરના મચ્છરનગરમાં મહિલાના ઘરમાં ઘૂસી બે શખસોએ આગ ચાંપી દીધી

0

જામનગરમાં મચ્છરનગર હાઉસિંગ બોર્ડ ના બ્લોકમાં એક મહિલાના ઘરમાં ઘૂસી આવેલા બે શખ્સોનું કારસ્તાન

  • ઘરમાં રાખેલી ૧,૪૫૦૦૦ ની રોકડ રકમ અને ઘરવખરી ના સામાનને પેટ્રોલ રેડી દીવાસળી ચાંપી સળગાવી દીધાની પોલીસ ફરિયાદ

  • ફરિયાદી મહિલાના પુત્ર સાથે અગાઉની પૈસાની લેતી ના મનદુઃખના મામલે બંનેએ ઘરમાં આવી હંગામા મચાવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ સપ્ટેમ્બર ૨૪, જામનગરમાં માછર નગર ના એક બ્લોકમાં રહેતી મહિલાના ઘરમાં ગઈકાલે બે શખ્સો ઘુંસી આવ્યા હતા, અને મહિલાના પુત્રની સાથેની પૈસાની જૂની લેતી નું મનદુઃખ રાખીને પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો,જેમાં પલંગના ઓશિકા નીચે રાખેલી ૧,૪૫૦૦૦ ની રોકડ રકમ પણ બળીને ખાખ થઈ છે. જે મામલે બંને સખતો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં મચ્છરનગર હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર ૨૩, રૂમ નંબર ૨૭૦ માં રહેતી જોસનાબેન રમેશભાઈ પાનસુરીયા નામની ૫૦ વર્ષની પટેલ જ્ઞાતિની મહિલાએ પોતાના ઘરમાં ઘૂસી જઇ પેટ્રોલ છાંટી ઘરવખરી સળગાવી નાખવા અંગે તેમ તેની સાથે એક લાખ પિસ્તાલિસ હજારની રોકડ રકમ સળગાવી નાખવા અંગે ગાંધીનગર વિસ્તારમાં રહેતા હિતરાજસિંહ વિક્રમસિંહ વાળા અને યશપાલસિંહ વાળા નામના બે સકસો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી જોસનાબેન ના પુત્ર કિશન કે જેને આરોપી સાથે પૈસાની લેતી દેતી ના મામલે મનદુ:ખ ચાલતું હતું.જે મનદુઃખ ના કારણે ગઈકાલે બંને શખ્સો પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને આવ્યા હતા, અને તારા પુત્ર પાસે પૈસા લેવાના છે તેમ કહી મહિલા સાથે ઝઘડો કર્યો, હતો.

ત્યારબાદ મહિલા દ્વારા ઘરમાં પડેલા પલંગના ઓશિકા નીચે એક લાખ ૪૫ હજારની રોકડ રકમ હતી, ઉપરાંત ઘરમાં પડેલી ઘરવખરી જે તમામ ઉપર બંને આરોપીઓએ પ્રવાહી છાંટી દીધું હતું, અને દિવાસળી ચાંપી દઈ ભાગી છૂટ્યા હતા.જેથી ઘરમાં આગ લાગી ગઈ હતી અને તમામ રોકડ રકમ અને ઘરવખરી બળીને ખાખ થયા હતા. પોતે ડરના માર્યા ઘર છોડીને બહાર નીકળી ગયા પછી જોસનાબેને જામનગર ના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.

આ બનાવબસદ પીએસઆઇ ઝેડ એમ મલેક ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મહિલાની ફરિયાદના આધારે બંને આરોપીય સિધ્ધરાજસિંહ તેમજ યશપાલસિંહ વાળા સામે બી એન એસ કલમ ૩૨૬ (જી)” ૩૫૧-૩ અને ૫૪ મુજબ ગુનો નોંધ્યો છે.

આગના બનાવવાની જાણ થતા ફાયર બ્રિગેડ ની ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની અટકી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version