જામનગરમાં પૈસાની ઉઘરાણીના મામલે રિક્ષાચાલક ની હત્યાના પ્રકરણમાં સગીર સહિત બે ની અટકાયત
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૦૧ ફેબ્રુઆરી ૨૫, જામનગર ના રણજીતસાગર રોડ પર જડેશ્વર ચાર રસ્તા પાસે ગત સોમવારે રાત્રે રૂ.૧૦ હજારની ઉઘરાણીના પ્રશ્ને એક રીક્ષા ચાલક યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેમાં સંડોવાયેલા એક શખ્સ તથા તેના સગીર પુત્ર ની પોલીસે અટકાયત કરી છે. જેમાં કાયદાથી સંઘર્ષિત કિશોરને બાળસુધાર ગૃહમાં મકકલાયો છે, અને તેના પિતાને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઈ છે.
જેમાં પોલીસે આરોપી ધર્મેન્દ્રસિંહ તથા તેના સગીર પુત્રની ધરપકડ કરી લેવાઈ છે. સગીરને બાળસુધાર ગૃહમાં ખસેડવામાં આવ્યો છે, અને તેના પિતાને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.