જામનગરના કાનાલુશમાંથી બે ઘોડા ડોક્ટર ઝડપાયા: અચાનક SOG ત્રાટકતા નાસભાગ
દેશ દેવી ન્યુઝ જામનગર 01.બાયપુર તાલુકાના કાનાલુસ ગામમાં એસ.ઓ.જી. શાખાની ટુકડીએ દોડો પાડી કોઇપણ પ્રકારની ડિગ્રી વગર ગેરકાયદે મેડીકલ પ્રેકિટસ કરી રહેલા માત્ર ૧૨ ધોરણ પાસ એવા બે બોગસ તબીબોને પકડી પાડયા છે , અને તેઓ સામે મેઘપર પોલીસ મથકમાં ગુનો નોંધવ્યો છે .
તેવી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી. શાખાની.ટુકડીએ દરોડો પાડ્યો હતો . જે દરોડા દરમિયાન આવા બે અનઅધિકૃત દવાખાનાઓ મળી આવ્યા હતા . જેમાં સૌ પ્રથમ એક દવાખાને જઈને તબીબી પ્રેક્ટિસ કરી રહેલા રાખ્સ નું નામ પુછતા પોતાનું નામ હોવાનુ તુષારકાંતિ ગોપાલચંદ્ર અધિકારી (૪૯) અને મૂળ પશ્ચિમ બંગાળનો વતની હોવાનું અને હાલ કાનાલુસ માં ભાડાના મકાનમાં રહીને છેલ્લા એકાદ વર્ષથી દવાખાનુ ચલાવતો હોવાનું જણાવ્યું હતું , પોતે માત્ર ૧૨ ધોરણ પાસહોવા છતાં અને કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં મેડીકલ પ્રેકિટસ કરતો હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હોવાથી તેના દવાખાનામાંથી તબીબી પ્રેક્ટિસ ને લગતા સાધનો અને દવાનોજથ્થો વગેરે કબજો કરી લીધો હતો અને તેની સામે મેઘપર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.