જામનગરના બે ચીટર શખ્સો સામે ટ્રક ભાડેથી ચલાવવાના બહાને છેતરપિંડી કરવા અંગેનો વધુ એક કિસ્સો સામે આવ્યો
-
પોરબંદરના ટ્રક માલિકે ટ્રક વેચાણથી આપ્યા બાદ તેની લોનનું સેટલમેન્ટ નહીં કરી રૂપિયા ૯ લાખ પડાવી લીધા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ માર્ચ ૨૫, જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બે ચીટર શખ્સો સામે ટ્રક ભાડેથી ચલાવી તેના હપ્તા ભરવાના બહાને છેતરપિંડી અંગેનો વધુ એક ગુનો દાખલ કરાયો છે, અને ટ્રક મેંળવી લીધા બાદ તેના બેન્ક સેટલમેન્ટ ના ૦૯ લાખ રૂપિયા પણ પડાવી લેવા અંગેની પોરબંદરના ટ્રક માલિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.