Home Gujarat Jamnagar જામનગર કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના બે બાળકોને દતક લેવાયા

જામનગર કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના બે બાળકોને દતક લેવાયા

0

જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં આશ્રિત બે બાળકોને પુના તથા રાજસ્થાનના દંપતિ દ્વારા દતક લેવાયા

  • જિલ્લા કલેકટર  બી.એ.શાહ સહિતના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં દતક વિધાન અંગેની કાર્યવાહી પુર્ણ કરાઈ
  • બંને બાળકોના વાલીઓએ દતક અંગેની સરળ પ્રક્રિયા તેમજ તંત્રના સહયોગ બદલ સરકાર તથા સ્થાનિક તંત્રનો આભાર વ્યકત કર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ ઓક્ટોબર ૨૩ આજથી સાડા ત્રણ વર્ષ પહેલા પુના તથા રાજસ્થાનના દંપતિ દ્વારા ભારત સરકારના સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી(કારા), મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ન્યુ દિલ્હીને બાળક દતક લેવા માટે અરજી કરેલ હતી જે અરજીને ગ્રાહ્ય રાખી દંપતિના ઘર તપાસ અહેવાલ તથા કાયદાકીય તમામ પુરાવાના આધારે આ દંપતિઓએ ગુજરાતનું બાળક દતક લેવાની ઈચ્છા દર્શાવતા ભારત સરકાર તથા બાળ કલ્યાણ સમિતિ દ્વારા બાળકોને કાયદાકીય રીતે દત્તક વિધાન માટેની મંજૂરી મળ્યાં બાદ આજથી ત્રણ માસ અગાઉ શ્રીકસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના બે બાળકોનું રેફરલ આપતા દંપતિઓ દ્વારા બાળકની પસંદગી દર્શાવેલ.જેના આધારે જિલ્લા એડોપ્શન કમિટી જામનગર દ્વારા દત્તક દંપતિઓના પુરાવા તથા ઘર તપાસ અહેવાલ ચકાસી બાળકને પ્રી-એડોપ્શનમાં આપવા એડોપ્શન કમિટી દ્વારા પસંદ કરવામાં આવેલ.જેના આધારે જિલ્લા કલેકટર  બી.એ.શાહ દ્વારા આખરી આદેશ અપાયા બાદ આ બાળકોની દતક વાલીઓને સોંપણી કરવામાં આવેલ.બાળકોને દતક લીધેલ વાલીઓએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે અમને સરકારના વિવિધ વિભાગો તેમજ સંસ્થાઓ દ્વારા અકલ્પનિય સહયોગ પ્રાપ્ત થયો. ખુબ જ બારીકાઇ પુર્વક સરકારી તંત્ર દ્વારા તમામ પ્રકારના આયોજનો હાથ ધરવામાં આવ્યા હતા જેના કારણે આજે અમારો પરિવાર પરિપૂર્ણ બન્યો છે.બાળકોના આગમનથી અમારા જીવનમાં અનહદ ખુશીઓ છવાઇ છે.આ માટે અમે કેન્દ્ર તથા રાજ્ય સરકાર, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ તેમજ અમને આ પ્રક્રિયામાં મદદરૂપ થનાર તમામનો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.ઉલ્લેખનિય છે કે જામનગર સ્થિત શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સ્પેશલાઈઝડ એડોપ્શન એજન્સીની માન્યતા આપવામાં આવેલ છે. તેમજ સમાજ સુરક્ષા ખાતુ ગાંધીનગર દ્વારા બાળ સંભાળ સંસ્થા તરીકેની પણ માન્યતા મળેલ છે. આ સંસ્થા દ્વારા અનાથ, નિરાધાર, ત્યજાયેલા બાળકોને આશ્રય, રક્ષણ તથા શિક્ષણ આપી સમાજમાં પુનઃસ્થાપન કરવાની કામગીરી કરવામાં આવે છે.આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, બાળ કલ્યાણ સમિતિના સભ્યો જમનભાઈ સોજીત્રા, અશ્વિનભાઈ પંડ્યા, એ.ટી.અત્તરવાલા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી  આર.જે.શિયાર, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના બી.સી.પ્રમાણી, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરસનભાઈ ડાંગર તથા ખાસ દત્તક સંસ્થાના મેનેજર  ઉર્વીબેન સીતાપરા તથા કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version