જામનગર શહેરમાં આજથી ફાયર અધિકારીઓ માટેની તાલીમ શિબિર નો પ્રારંભ
-
નેશનલ ફાયર કોલેજ નાગપુર ના ૭૯ ડિવિઝનલ ઓફિસર કોર્સ ના કુલ ૨૬ તાલીમાર્થીઓ પ્રેક્ટીકલ તાલીમ માટે જોડાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૦ ડીસેમ્બર ૨૪, જામનગરના ફાયર વિભાગમાં ૧૦ દિવસ માટેની તાલીમ શિબિર યોજાઈ છે. જેમાં દેશના જુદા-જુદા રાજ્યોના ફાયર વિભાગના અધિકારીઓ અને રાષ્ટ્રીય કક્ષાની સરકારી ઈન્સ્ટિટ્યુટના તાલીમાર્થીઓ નાગપુરથી જામનગર ખાતેથી આજે આવી પહોંચ્યા છે.
જામનગર મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા મ્યુ. કમિશનરની દેખરેખ હેઠળ ચીફ ફાયર ઓફીસર કે.કે. બિશ્નોઈ ના માધ્યમથી તાલીમાર્થીઓની જીઆઈડીસી-૧, ૨ અને ૩ની મુલાકાતો, વિશાળકાય ઉદ્યોગો, સરકારી સંસ્થાનોની મુલાકાત માટે બસની અને તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે.સમગ્ર ભારત ભરના ૨૬ જેટલા ફાયર વિભાગના ડિવિઝનલ ઓફિસરો આવી પહોંચ્યા છે, અને રિલાયન્સ, ન્યારા, જી.એસ.એફ.સી., ટી.પી.એસ. સિક્કા, ડી.સી.સી. સિમેન્ટ ફેકટરી સહિતની મેગા રિફાઇનરી ફાયર સિસ્ટમની સમીક્ષા તેમજ નિરીક્ષણ માટે ૧૦ દિવસ માટે આવી પહોંચ્યા છે.
જામનગરમાં આવેલા ફાયર ડેલિગેટસો ની વાત કરવામાં આવે તો ભારતના ઓડીસા, અરુણાચલ, મહારાષ્ટ્ર, બિહાર, પંજાબ, પોંડીચેરી અને હરિયાણા સહિતના વિવિધ રાજ્યોના ફાયર વિભાગના ૨૬ જેટલા ડિવિઝનલ ઓફિસરો આવી પહોંચ્યા છે.જે જામનગર જિલ્લાની વિવિધ રિફાઇનરી અને તેમાં રહેલી ફાયર સેફટીની અત્યાધુનિક સામગ્રીનું નિરીક્ષણ અને સમીક્ષા કરશે.