જામનગર નજીક ખંભાળિયા બાયપાસ રોડ પર બે બાઈક સામસામે અથડાઈ પડતાં એક બાઈક ના ચાલક યુવાનનું હેમરેજ થઈ જતાં કરુણ મૃત્યુ
-
આશાસ્પદ યુવાનના મૃત્યુને લઈને બે વર્ષની બાળકી અને ત્રણ માસના પુત્ર એ પિતાનું છત્ર ગુમાવ્યું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જાન્યુઆરી ૨૫, જામનગર- ખંભાળિયા બાયપાસ રોડ પર ગઈકાલે બપોરે બે બાઈક સામસામે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકના ચાલક યુવાનને માથાના ભાગે હેમરેજ થઈ જતાં ગંભીર ઇજા થયા પછી તેનું મૃત્યુ નિપજયું છે.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક વિનોદ ના પિતા કાળુભાઈ લખમણભાઇ પરમારે પોલીસને જાણ કરતાં પોલિસ હેડ કોન્સ્ટેબલ ડી.જી. ઝાલા એ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે અકસ્માતર સર્જનાર બાઈક ના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.આ અકસ્માતના બનાવને લઈને ત્રણ માસના પુત્ર અને ૨ વર્ષની બાળકીએ પોતાના પિતાનું છત્ર ગુમાવ્યું છે.