Home Gujarat Jamnagar જામનગરમાં પટેલ કોલોનીમાંથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ : તેજસ પલાયન

જામનગરમાં પટેલ કોલોનીમાંથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ : તેજસ પલાયન

0

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાંથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ: કાર ચાલક ફરાર

  • LCB ના હરદીપ ધાંધલ , હરદીપ બારડ તથા રૂષિરાજસિંહ વાળાની બાતમી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧ જાન્યુઆરી ૨૪, જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં એલસીબી ની ટુકડીએ પૂર્વ બાતમી ના આધારે વોચ ગોઠવી એક કાર માંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી પકડી પાડી છે, અને ૧૦૮ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો અને કાર સહિતની માલમતા કબજે કરી છે. પરંતુ કારચાલક ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં હાપા રોડ પર વર્ધમાન નગરમાં રહેતો તેજસસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા નામનો શખ્સ પટેલ કોલોની વિસ્તારમાં એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ પટેલ કોલોની વિસ્તારમાં વોચ ગોઠવી હતી. અને જી.જે.-૩ ડી.એન. ૮૦૫૬ નંબરની કાર મળી આવી હતી. એલસીબી ની ટીમે તે કારની તલાસી લેતા અંદરથી ૧૦૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી મળી આવી હતી.આથી પોલીસે ઈંગ્લીશ દારૂ અને કાર સહિત રૂપિયા ૪,૪૩,૨૦૦ ની માલમતા કબજે કરી છે, જયારે ફરાર થઈ ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version