જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક પાર્ક કરેલી વધુ ત્રણ લક્ઝરી બસને નિશાન બનાવતા તસ્કરો: છ નંગ બેટરીની ઉઠાંતરી ની ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦ ડિસેમ્બર ૨૪, જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક પાર્ક કરવામાં આવેલી વધુ ત્રણ લક્ઝરી બસમાંથી કોઈ તસ્કરો છ નંગ બેટરીની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
સાતરસ્તા સર્કલ નજીક પાર્ક કરવામાં આવેલી ૩ લકઝરી બસ ને નિશાન બનાવી લીધી હતી. જામનગરમાં શાંતિનગર સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા જયપાલસિંહ મહેન્દ્ર સિંહ ગોહિલે સાત સર્કલ નજીક પાર્ક કરેલી પોતાની તથા અન્ય ટ્રાવેલ્સ સંચાલકની કુલ ત્રણ અલગ અલગ બસમાંથી કોઈ તસકરો રૂપિયા ૩૦,૦૦૦ ની કિંમત ની છ નંગ બેટરીની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે જે મામલે પી.એસ.આઇ. એસ.એમ. સીસોદીયા વધુ તપાસ ચલાવે છે.