Home Gujarat Jamnagar જામનગરમાં ગુનાખોરીને અટકાવવા ટ્રાફિક પોલીસ દ્વારા ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ યોજાઇ

જામનગરમાં ગુનાખોરીને અટકાવવા ટ્રાફિક પોલીસ દ્વારા ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ યોજાઇ

0

જામનગર શહેરમાં ગુનાખોરીને અટકાવવા ટ્રાફિક પોલીસ દ્વારા ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ યોજાઇ

  • શહેરના અલગઅલગ વિસ્તારમાંથી ૧૦ વાહનો ડીટેઇન કરાયા: કેટલાક વાહન ચાલકો દંડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ જુલાઈ ૨૪, જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગુનાખોરીને અટકાવવા માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન હેઠળ જામનગર ટ્રાફિક શાખા ના પીઆઇ એમ.બી.ગજ્જર ની સૂચના થી પીએસઆઇ બી.જે.તિરકર દ્વારા યોજવામાં આવેલી ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ માં અનેક વાહન ચાલકો ઝપટે ચડ્યા હતા. જેમાં વીસેક જેટલા વાહન ચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી કરી અને દસ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.

જામનગર શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે, અને ગુનાખોરી અટકે તે માટે એસ.પી. પ્રેમસુખ ડેલું ના માર્ગદર્શન હેઠળ જામનગર ટ્રાફીક શાખાના પી.આઈ. એમ.બી.ગજ્જર ની સુચના થી પીએસઆઇ બી.જે.તિરકર દ્વારા ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ શરૂ કરવામાં આવી છે. જેમાં ગતરાત્રીના જામનગર શહેરના જુદા-જુદા વિસ્તારો સહિત એસ.પી.બંગલો, ઝુલેલાલ ચોક નજીક ટ્રાફીક ડ્રાઇવમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોરવ્હીલમાં ડાર્ક ફિલ્મ હટાવવા, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમન નો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ૧૦ થી વધુ બાઇક ડીટેઇન કરાયા હતા. જામનગર ટ્રાફિક પોલીસ ની આ કાર્યવાહીથી નિમયોનો ભંગ કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version