Home Gujarat Jamnagar જામનગર સતવારા સમાજ દ્વારા જામ્યુકો અને જીલ્લા પંચાયતમાં પ્રતિનિધિત્વ આપવા માંગ

જામનગર સતવારા સમાજ દ્વારા જામ્યુકો અને જીલ્લા પંચાયતમાં પ્રતિનિધિત્વ આપવા માંગ

0

જામ્યુકો અને જીલ્લા-તાલુકા પંચાયતમાં રાજકીય ન્યાય આપવા સમસ્ત સતવારા સમાજ દ્વારા માંગણી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૪ સપ્ટેમ્બર ૨૩ જામનગર જિલ્લા પંચાયત અને જામનગર મહાનગર પાલિકામાં પદની માંગ સાથે સતવારા સમાજ આગળ આવ્યો છે. જામનગર જિલ્લા પંચાયતના ચેરમેન, કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ આપવાની માંગ કરી છે. જામનગરમાં સત્તવારા સમાજની રાજકીય ચિંતન બેઠક યોજાઈ હતી. જામનગર જિલ્લામાં સતવારા સમાજની વસ્તી વધુ હોવાથી યોગ્ય ન્યાય આપવા કરી માંગ છે. જામનગર સત્તવારા સમાજના પ્રમુખે તમામ ગામના આગેવાનોને બોલાવી બેઠક યોજી હતી.

સત્તવારા સમાજની માંગ છે કે સત્તવારા સમાજની જામનગર જિલ્લામાં સૌથી વધુ વસ્તી છે. સત્તવારા સમાજ હંમેશા ભાજપ પક્ષ સાથે જોડાયેલો છે તો ભાજપે અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં સત્તવારા સમાજને ધારાસભ્ય કે જિલ્લા પંચાયતમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું નથી. તેના કારણે સત્તવારા સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.

સત્તવારા સમાજના 95 ટકા લોકો ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં પણ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ કોને જિલ્લા પંચાયતના ચેરમેન કે જામનગર મહાનગરપાલિકામાં ચેરમેનના પદો મળતા નથી. સથવારા સમાજે માંગ કરી છે કે જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ સથવારા સમાજના કોઈપણ ચૂંટાયેલા કોર્પોરેટરને મળવું જોઈએ. જામનગર જિલ્લા પંચાયતમાં પણ બાંધકામ સમિતિના ચેરમેન પદે સથવારા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિ અને પદ મળવું જોઈએ.
જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરીવાળી ગલીમાં સતવારા સમાજના વાડી ખાતે શહેર-જિલ્લાાના સતવારા આગેવાનો-કાર્યકરોની બેઠક મળી હતી. જેમાં શહેર-જિલ્લામાં 1 લાખ 50 હજાર જેટલા મતદારો ધરાવતા સતવારા સમાજને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહત્વના સ્થાન આપી રાજકિય ન્યાય આપવાની માંગણી ભાજપના આગેવાનો સમક્ષ રજુ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં સતવારા સમાજના પ્રમુખ ભનજીભાઇ, મંત્રી જીતેશભાઇ તેમજ કલ્પેશભાઇ હડીયલ, રામજીભાઇ, મનસુખભાઇ ખાણધર, નટવરભાઇ કણઝારિયા, રમીલાબેન પરમાર, કૈલાશ રાઠોડ, એન.પી. નકુમ, બી.એલ.ધારવીયા, જીવણભાઇ નકુમ, અમિતભાઇ સોનગરા, સહિત જામનગર તેમજ ધુંવાવ, નાગના, ખીમરાણા, બેડ, આમરા, ધ્રોળ વગેરેના સતવારા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version