જામનગરના નવાનાગનાના ઠગના વધુ કારનામા ખૂલ્યા
ખંભાળિયાના મહિલા એજન્ટ સહિતના રોકાણકારોની રૂા.15.31 લાખની રકમ પડાવી લઈ છેતરપિંડી આચરવા અંગે જામનગરના ઠગ વિરૂધ્ધ : જામનગર – ખંભાળિયા- રાજકોટ સહિતના અનેક લોકો ને સીસામાં ઉતારી દોઢેક કરોડનું ફુલેકુ ફેરવ્યાનું અનુમાન
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ માર્ચ ૨૩ : જામનગર નજીક નવાનાગના ગામમાં રહેતા એક શખ્સે રોકાણના નામે અનેક લોકોને શીસામાં ઉતાર્યા હતા, અને રફુ ચક્કર થઈ ગયો હતો, જે શખ્સ એકાએક પ્રગટ થતાં સ્થાનિક રહેવાસી મહિલાઓએ એકત્ર થઈને પોલીસ મથકમાં રજૂ કર્યો હતો. મહિલા એજન્ટો મારફતે અનેક લોકો પાસેથી રોકાણના બહાને પૈસા ઉઘરાવી લીધા પછી મહિલા એજન્ટ ની ફરિયાદના આધારે તેની સામે 15.31 લાખની રકમ ની ઉચાપત કર્યા અંગેનો ગુનો નોંધાયો છે. ઉપરાંત અન્ય ભોગ બનનાર ના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નવાનાગના ગામમાં રહેતો દિનેશ સવજીભાઈ રાઠોડ નામનો શખ્સ કે જેને લઈને થોડા દિવસો પહેલાં સ્થાનિક મહિલાઓનું ટોળું સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યું હતું, અને દિનેશ રાઠોડને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.