Home Gujarat Jamnagar ખંભાળિયામાં ત્રણ સિંહનો સપાટો : રીઢા ચોરની ધરપકડ : ૪૯ ચોરીઓની કબૂલાત

ખંભાળિયામાં ત્રણ સિંહનો સપાટો : રીઢા ચોરની ધરપકડ : ૪૯ ચોરીઓની કબૂલાત

0

ખંભાળિયા પંથકમાંથી રીઢા ચોરની ધરપકડ, 49 ચોરીઓની કબુલાત

ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના માંઢા ગામ નજીક એસટી બસમાંથી બે દિવસ પૂર્વે એક યુવાનના ખિસ્સામાંથી નજર ચૂકવીને રૂ. નવ હજારની રોકડ રકમ ચોરી થયાનો બનાવ સ્થાનિક પોલીસ દફતરે નોંધાયો હતો.

જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સંદર્ભે કડક હાથે કામગીરી કરવા જિલ્લા પોલીસવડા સુનિલ જોશીની સૂચના મુજબ એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સધન ઝુંબેશમાં જિલ્લા એલસીબી પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ દરમ્યાન LCB ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ પ્રકરણમાં સંડોવાયેલા રાજકોટમાં સીતારામ સોસાયટી ખાતે રહેતા સંજય ઉર્ફે ગીડો બટુકભાઈ દેત્રોજા નામના 40 વર્ષના યુવાનને દબોચી લીધો હતો. ઝડપાયેલા આ શખ્સ પાસેથી ચોરીના રૂપિયા નવ હજાર પણ પોલીસે કબજે કર્યા હતા.

એલસીબી પોલીસની પૂછપરછમાં પોપટ બનેલા સંજય ઉર્ફે ગીડો દેત્રોજાએ તેના દ્વારા જામનગર, મોરબી, વાંકાનેર, ગોંડલ, પોરબંદર, સહિતના જુદા-જુદા સ્થળોએ મંદિર, બસ સ્ટેન્ડ, તેમજ જુદી-જુદી ભીડભાડવાળી જગ્યાએ ભીડનો ગેરલાભ લઈ, 49 સ્થળોએ પીક પોકેટિંગ કર્યુ હોવાનું કબૂલ્યું હતું. આથી પોલીસે તેની અટકાયત કરી વધુ, તપાસ અર્થે તેનો કબ્જો વાડીનાર મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. શીંગરખીયા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version