Home Devbhumi Dwarka પરણિતાને આપી મારી નાખવાની ધમકી: પતિ સહિત ત્રણ સામે ગુનો.

પરણિતાને આપી મારી નાખવાની ધમકી: પતિ સહિત ત્રણ સામે ગુનો.

0

દ્વારકાની પરિણીતા પર ત્રાસ ગુજારવા સબબ સાસરિયાં સામે ફરિયાદ

મારી નાખવાની ધમકી આપવા સબબ પતિ સહિત ત્રણ સામે ગુનો.

દેશ ટીવી ન્યુઝ નેટવર્ક દ્વારકા ૧૭ : દ્વારકામાં વ્રજધામ સોસાયટી ખાતે હાલ રહેતી અને દિનેશભાઈ જીવણભાઈ માવાણીની 32 વર્ષીય પરિણીત પુત્રી મિતલબેન હાર્દિકકુમાર સામાણીને તેણીના લગ્ન જીવન દરમિયાન છેલ્લા ઘણા વર્ષોથી તેણીના રાજકોટના ન્યુ જાગનાથ વિસ્તારમાં રહેતા પતિ હાર્દિક અશોકભાઈ સામાણી, સસરા અશોકભાઈ રણછોડરાય સામાણી તથા સાસુ રશ્મિબેન દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવતો હોવા ઉપરાંત સાસરિયાઓએ દહેજની માંગણી કરી અને જો તેણી દહેજ નહીં લાવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

સાસુ-સસરાએ યુવતીના પતિને ખોટી ચઢામણી કરી અને બિભત્સ ગાળો કાઢવા ઉપરાંત શારીરિક તથા માનસિક ત્રાસ આપવા સબબ દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા પોલીસે પતિ સહિત ત્રણેય સાસરીયાઓ સામે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504, 506 (2), 114 તથા દહેજ ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version