જામનગરમાં હરિયા કોલેજ રોડ પર એક એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવવા બાબતે વીજ ટુકડી અને સ્થાનિકો વચ્ચે બબાલ
-
વિજ ગ્રાહકોને જાણ કર્યા વિના પાર્કિંગમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી કરનાર વીજ ટુકડીને સ્થાનિકોએ અટકાવતાં જીભાજોડી થઈ
-
થોડા સમય વિરામ બાદ ફરી સ્માર્ટ મીટર લગાડવાંનુ ભૂત ધુણ્યું : લોકોમાં ભારે કચવાટ
-
ડે. ઈજનેરે પાવર કાપી નાંખવાની વાત કરતા ગ્રાહક અને અધિકારી વચ્ચે જામી પડી : Video વાયરલ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ ફેબ્રુઆરી ૨૫, જામનગરમાં થોડા સમય બાદ ફરી સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી નો પગ પેસારો થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છેબીજી બાજુ લોકોને સમજણ વગર પાછલા બારણે સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દેવાતા પીજીવીસીએલની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા છે અગાઉ પણ સ્માર્ટ મીટરને લઈ લોકોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો જેને લઇ તંત્રએ હાલ પૂરતી કામગીરી મોકૂફ રાખવાની ફરજ પડી હતી.