Home Gujarat Jamnagar જામનગર નાધેડી વિસ્તારના મકાનમાંથી દાગીના-રોકડ સહિત રૂા.2.85 લાખની ચોરી

જામનગર નાધેડી વિસ્તારના મકાનમાંથી દાગીના-રોકડ સહિત રૂા.2.85 લાખની ચોરી

0

નાઘેડીની સોસાયટીમાં ત્રાટકતા તસ્કર: મકાનમાંથી દાગીના-રોકડ સહિત રૂા.2.85 લાખની ચોરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૦૬ સપ્ટેમ્બર ૨૩ જામનગરના નાઘેડી ગામમાં આવેલ રવિકુંજ સોસાયટી મકાન નં. 42 ખાતે રહેતા અને મુળ યુપીના નોયડા સેકટર-82 ખાતેના વતની અર્પીત બાલગોપાલસીંઘ ચૌહાણ નામના કર્મચારીના રહેણાંક મકાનમાં ગત તા. 31-8 રાત્રીના સમયે કોઇ અજાણ્યા ઇસમો ત્રાટકયા હતા, મકાનના પાછળની ગેલેરીની ગ્રીલ તોડીને અંદર આવી પાછળનો દરવાજો તોડી ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.દરમ્યાન ઘરમાં રાખેલા કબાટમાંથી રોકડા 20 હજાર, સોનાના દાગીના અને આશરે અઢી કીલો ચાંદી મળી કુલ 2.85 લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતા, આ અંગે અર્પીતભાઇ દ્વારા ગઇકાલે પંચ-બીમાં અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા એફએસએલની મદદથી તપાસ ચલાવવામાં આવી રહી છે, પંચ-બીના પીએસઆઇ એમ.એ. મોરી અને સ્ટાફના ધમભા ઝાલા, મહાવીરસિંહ જાડેજા દ્વારા કાર્યવાહી આગળ ધપાવી છે.

ચોરીના બીજા બનાવમાં જામનગરના મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા અને બાંધણીનું કામ કરતા સવિતાબેન અમૃતલાલ ખાણધર નામની મહિલાના મકાનમાં ગત તા. 21-8-23 ના સમયગાળામાં કોઇ અજાણ્યા શખ્સો પ્રવેશ્યા હતા, ફરીયાદીના દિયર જેન્તીભાઇના રુમનો દરવાજો તોડી અંદર અભેરાઇ પર રાખેલી પેટીમાંથી ચાંદીની એક જોડી બંગડી, ચાંદીની લકકી, ચાંદીનો મોરવાળો ચેન, સોનાના બુટીયા તથા રુમમાં પડેલી ચાવી વડે ફરીયાદીના સાસુ લક્ષમીબેનનો રુમ ખોલીને તેમાથી કબાટમાં રાખેલા બે જોડી ચાંદીના સાકરા, બે જોડી કંદોરો, સોનાની નથડી, એચ લખેલી ચાંદીની વીટી, રોકડા 40000 મળી કુલ 68.200 નો મુદામાલ ચોરી કરી ગયા હતા.

સવિતાબેન દ્વારા ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવતા પીઆઇ ચાવડાની સુચનાથી પીએસઆઇ ગામેતી અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બે રુમમાંથી ચોરી થઇ છે જેમા ચાવીની મદદ લેવામાં આવી હોય આથી આ ચોરી પાછળ કોઇ જાણભેદુ હોવાની આશંકા દર્શાવવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version