જામનગરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં ધોળે દહાડે અડધા લાખની રોકડ રકમની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો એક તસ્કરની અટકાયત
-
સીટી-બી ડિવિઝન પોલિસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડના ક્રિપાલસિંહ સોઢા અને જયદીપસિંહ જાડેજા ની ખાનગી બાતમી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ ફેબ્રુઆરી ૨૫, જામનગર માં ગ્રેઈન માર્કેટમાં એક દુકાનમાંથી ધોળે દહાડે થયેલી રૂપિયા ૪૯,૫૦૦ ની રોકડ રકમની ચોરી અંગે ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી. જે ચોરી કરનાર તસ્કરને પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી રોકડ રકમ તથા પાસબુક કબજે કર્યા છે.