જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી બાઇકની ઉઠાંતરી કરી જનાર તસ્કરને ઝડપી લેવાયો
-
સીટી -બી ના મયુરસિંહ જાડેજા, સાજીદ બેલીમ તથા ધર્મેન્દ્રસિંહ વાઢેરની ખાનગી બાતમી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૬ ડીસેમ્બર ર૪, જામનગર ની જી.જી. હોસ્પિટલ ના સર્જીકલ બિલ્ડીંગ પાસેથી બાઈક ની થયેલી ચોરી નો ભેદ પોલીસે ઉકેલી નાખી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ની ધરપકડ કરી છે.જામનગર ની જી.જી. હોસ્પિટલના સર્જીકલ બિલ્ડીંગ પાસે પાર્કિંગમાંથી ગત ગુરૂવારે જીજે-૧૦-પી ૨૬૪૬ નંબરના બાઈક ની ચોરી થયા ની પોલીસ માં ફરિયાદ નોંધાવાઈ હતી.
તેની પાસે રહેલા બાઈક અંગે પૂછપરછ કરતાં આ શખ્સે તે બાઈક સર્જીકલ વિભાગ પાસેના પાર્કિંગમાંથી ઉઠાવ્યાની કબૂલાત આપી છે. પોલીસે બાઈક કબજે કરી લઈ આરોપીની ધરપકડ કરી છે.