જામનગર જિલ્લાની ધ્રોળ કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા ની ચૂંટણીમાં ઉમેદવારી પત્રોની ચકાસણીને કાર્યવાહી પૂર્ણ કરાઇ
-
ધ્રોલમાં ૩૫, કાલાવડમાં ૩૧ અને જામજોધપુર નગરપાલિકા માં ૩૦ સહિત કુલ ૯૬ ઉમેદવારીપત્રો રદ થયા
-
જામજોધપુરમાં આપના ઉમેદવાર ના મેન્ડેટ અને કોંગ્રેસના મેન્ડેટના અભાવે બે ઉમેદવારોએ તક ગુમાવી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ ફેબ્રુઆરી ૨૫, જામનગર જિલ્લામાં ધ્રોળ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચુંટણી માટે કુલ ૩૩૧ ઉમેદવારીપત્રો ભરાયા બાદ તા.૩ના સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી વેળાએ ભાજપાએ ડમી તરીકે રજુ કરેલા ૧૯૪ પૈકીના અમુક તથા જામજોધપુરમાં કોંગ્રેસ અને આપના મેન્ડેટ વગરના બે મળીને કુલ ૯૬ ઉમેદવારીપત્રો ટેકનિકલ કારણોસર રદ થતાં ૨૩૫ ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે. હવે આજે તા.૪ની બપોર સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદ ચુંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે.