ગુજરાત સ્થાપના દિનની તૈયારીમાં કોન્ટ્રાક્ટરો ભાન ભૂલ્યા : રાજાશાહી કોતરણી પર હથોડા ચલાવ્યા
જામનગરના સર્કિટ હાઉસમાં જુના કલા સ્થાપત્ય ના નમુના ને દૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યા હોવાથી કલા પ્રેમીઓમાં ભારે રોષ
- સરકીટ હાઉસના દ્વારની કોરતણીનું નખોદ વાળી નાખ્યું.!!
- રાજાશાહી વિરાસતોની જાળવણીની જગ્યાએ હથોડા ચાલ્યા :જૂનું સ્થાપત્ય યથાવત રાખવા ખાત્રી
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૩ એપ્રિલ ૨૩ જામનગરમાં રાજાશાહી વખતના સ્થાપત્યના બેનમૂન એવા સર્કિટ હાઉસના મુખ્ય પ્રવેશ દ્વાર સહિતના સ્થાપત્યમાં કલાકૃતિ વગેરેને લૂણો લાગી ગયો હોવાના બહાને દૂર કરવાની પ્રક્રિયાઓ ચાલી રહી હતી, જેનો જામનગરના કલા પ્રેમીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, અને જૂનું સ્થાપત્ય જાળવી રાખવાની ઉગ્ર રજૂઆત કરાતાં આખરે તંત્ર દ્વારા સ્થાપત્યને દૂર કરવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે, તેમજ આગામી દિવસોમાં તે પ્રકારની ફરીથી કોતરણી સહિતની કલાકૃતિઓ ને જાળવી રાખવાનો પ્રયત્ન કરાશે તેવી હૈયા ધારણા અપાઇ છે.
જામનગર પોતાના સ્થાપત્ય માટે અહીંના રાજવીઓ એ પોતાની કલા રસિકતા અને લોકોની સુખાકારી માટે હંમેશા પ્રયત્ન શીલ રહ્યા છે. જામ વિભાજી સમયે અહીં મ્યુનિસિપાલટીની રચના કરવામાં આવી હતી અને ઘણા વિકાસના કાર્ય કરી રોડ રસ્તા સાર્વજનિક કર્યો કર્યા, તએ સમયે ઝંડુભટ્ટે મ્યુનિસિપાલટીના અધ્યક્ષ તરીકે શોભા વધારી, ત્યાર બાદ જામ રણજીએ પણ અંગ્રેજ આર્કીટેક પાસે જામનગરનું ટાઉન પ્લાનિંગ કરાવ્યું જેમાં દરબારગઢ કરેસન્ટ ,શાકમાર્કેટ, ચંદીબજાર હવાઈચોક,થઈ સજુબા હાઈસ્કૂલ અને બેડીગેઇટ સુધીનું પ્લાનિંગ કરી અનેક બિલ્ડીંગના બહારના એલિવેશનું ખાસ એક આકર્ષણ ઉભું કર્યું હતું. સાથે સાથે અહીંની પ્રજા પણ કલા પ્રેમી રહી છે.
અમસ્તું અહીંની પ્રજા હવે તેના વતન માટે ની આત્મીયતા રહી નથી. પહેલા રસ્તા પહોળા કરવાના બાને અનેક સ્થાપત્યો ને તોડી નાખ્યા છે, એવી જ રીતે સજુબા ગર્લ્સ સ્કૂલના સ્થાપત્ય આગળ નવા બિલ્ડીંગના ટોયલેટ બનાવી કરી જુના સરસ સ્કૂલ બિલ્ડીંગ ના સ્થાપત્યનું એલિવેશન ને ઢાંકી દીધું આવા અનેક કિસ્સા લખી શકાય તેમ છે. હવે આ પ્રજા સ્વાર્થ માં ઘેરાય અને કઈ દેખતી નથી, જામનગર હવે તારું શું થશે? તેવો લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.આગામી ૧લી મેના શહેરમાં યોજાનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમ બાદ તે જ પ્રકારેનું કોતરણીકામ ફરિથી સ્થાપિત કરીને જૂનું સ્થાપત્ય જાળવવાનો પ્રયત્ન કરાશે, તેમ જાણવા મળી રહ્યું છે.