Home Gujarat Police ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત સરકારે કમિટી રચવાની કરી જાહેરાત

Police ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત સરકારે કમિટી રચવાની કરી જાહેરાત

0

Police ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત, સરકારે કમિટી રચવાની કરી જાહેરાત

પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેનું આંદોલન આખરે સમેટાયુ છે.

પોલીસ કર્મચારીઓના પરિવાજનોએ આજે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જેનો સુખદ અંત આવ્યો છે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૮ .ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ પરિવારજનોને ખાતરી આપી કે, અમારી સરકાર સકારાત્મક હોય અને આ અમારા પરિવારનો વિષય છે. તેથી પરિવારના રહીને પરિવારનો વિષય ઝડપથી ઉકેલીશું.

આ મુદ્દાનો નિવારણ લાવવા મટે એક કમિટિ બનાવાશે. જેમાં એક GAD, ફાઈનાન્સ અને એક પોલીસમાંથી સભ્ય બનાવાશે.

આમ, મીટિગ બાદ પોલીસ પરિવારજનો પણ સંતુષ્ટ દેખાયા હતા, અને તેનુ હકારાત્મક પરિણામ આવશે તેવી આશા સાથે તેઓ ગૃહ રાજ્યમંત્રીની ઓફિસમાઁથી બહાર નીકળ્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version