Home Gujarat Jamnagar જામનગરના પીરોટન ટાપુ પર પ્રથમવાર ૨૬ મી જાન્યુઆરીએ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે

જામનગરના પીરોટન ટાપુ પર પ્રથમવાર ૨૬ મી જાન્યુઆરીએ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે

0

જામનગર નજીક બેડીના દરિયામાં આવેલા પીરોટન ટાપુને દબાણ મુક્ત કર્યા પછી વહીવટી તંત્ર દ્વારા ૨૬ મી જાન્યુઆરીએ ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાશે

  • ભારતના સીમાડે આવેલા ટાપુઓની સુરક્ષા માટે ગુજરાતનું વહીવટી તંત્ર સતર્ક છે, તેનો સંદેશો આપવા સમગ્ર કાર્યવાહી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ જાન્યુઆરી ૨૫, ગુજરાત રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ જામનગર નજીકના બેડીના દરિયા વિસ્તારમાં આવેલા પિરોટન ટાપુ પર ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, અને જામનગર જિલ્લા ના એસ.પી. પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ ભારે પોલીસ પહેરા હેઠળ ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી. જ્યાં તમામ પ્રકારના ધાર્મિક દબાણો દૂર કરીને સમગ્ર ટાપુને ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.ત્યારબાદ પીરોટન ટાપુ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, આ ઉપરાંત આગામી તારીખ ૨૬ મી જાન્યુઆરીએ રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ વખત ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાવા જઈ રહ્યો છે.જામનગરના શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલાની રાવબરી હેઠળ બેડી મરિન પોલીસ સ્ટેશનના સ્ટાફ, એસ ઓ જી શાખા તથા અન્ય પોલીસ વિભાગની ટીમ, સાથો સાથ જામનગર સ્થિત કાર્યરત વાલસુરા- નેવી, કોસ્ટકાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓના ૩૦ થી વધુ અધિકારીઓ અને જવાનોની ટીમ ૨૬મી જાન્યુઆરીએ પીરોટન ટાપુ પર પહોંચશે, અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાશે. જે અંગેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.ભારતના દરિયા કાંઠા ઉપર આવેલા અલગ અલગ ટાપુઓ, કે જ્યાં સુરક્ષા ની દ્રષ્ટિએ ભારતની તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે, અને સુરક્ષાના તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે, જેનો સંદેશો પહોંચાડવાના ભાગરૂપે રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ ધ્વજવંદન નો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version