“જેટલું વહેલું નિદાન એટલી જ સ્તન કેન્સર મટવાની શક્યતા વધારે”-કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો.શિવાની ભટ્ટ
- સ્તન કેન્સર સામે રક્ષણ મેળવવા ડો.શિવાની ભટ્ટે જણાવ્યા મહત્વના ત્રણ સુચનો
- જામનગરની વધુમાં વધુ મહિલાઓને સ્ક્રીનીંગ મેમોગ્રાફી કરાવવા શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઈ તેમજ રેડિયોલોજી વિભાગના વડા ડો.નંદિની બાહરીની અપીલ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૯ ઓક્ટોબર ૨૩ “જેટલું વહેલું નિદાન એટલી જ કેન્સર મટવાની શક્યતા વધારે” આ શબ્દો છે જામનગરમાં છેલ્લા દસ વર્ષથી કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપી રહેલ ડો.શિવાની ભટ્ટના. ભારતમાં બહેનોમાં સ્તન કેન્સર એ સૌથી વધુ જોવા મળતું કેન્સર છે. ત્યારે વહેલા નિદાન થકી કેન્સરને મહાત આપી શકાય છે અને આ માટે ત્રણ બાબતો દરેક સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વની છે.
વધુમાં ડો.ભટ્ટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ્ય જીવનશૈલી કેળવવી, શરીરનું વજન નિયંત્રણમાં રાખવું, કસરત કરવી, વ્યસનથી દૂર રહેવું, પ્રસુતી બાદ સ્તનપાન કરાવવું વગેરે જેવી બાબતો પણ ખૂબ જ મહત્વની છે અને આ બાબતો અનુસરવાથી જ આપણે આ કેન્સર સામેની લડાઈ સરળતાથી જીતી શકીશુ.
આલેખન-વિરેન્દ્રસિંહ પરમાર ફોટો-ગજેન્દ્રસિંહ જાડેજા (માહિતી ખાતુ) જામનગર