દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ ઓક્ટોબર ૨૪ જામનગર ની ભાગોળે યોજાયેલા જેસીઆર માં રાસ મહોત્સવના કાર્યક્રમમાં જામનગર જિલ્લાના પોલીસ પરિવાર દ્વારા એક દિવસ માટેના વેલકમ નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પોતાના પત્ની સાથે ગરબે ઘૂમ્યા હતા, ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ પણ માતાજીના ગરબે ઘુમીને આરાધના કરી હતી, અને નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
જામનગરના એસ.પી.ઉપરાંત જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી દેવધા, પ્રોબેશનલ ડીવાયએસપી નયનાબેન ગોરડીયા, એલસીબી ના પી.આઈ વી એમ લગારીયા અને એસ.ઓ.જી.ના પી.આઈ. બી એન ચૌધરી, ઉપરાંત જામનગર શહેરના ત્રણે પોલીસ ડિવિઝનના પોલીસી ઇન્સ્પેક્ટર, અલગ અલગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા એલસીબી,એસ.ઓ.જી. ના સ્ટાફ સહિતના પોલીસ પરિવાર આ રાસોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રી મહોત્સવ ના પ્રારંભે અન્ય ખેલૈયા સાથે ડાંડિયારાસની રંગત માણી હતી