જામનગરના એક શ્રમિક પિતાની પુત્રી એ ધોરણ ૧૨ સાયન્સમાં જામનગરમાં પ્રથમ અને રાજ્યમાં ચોથા ક્રમે એ-૧ ગ્રેડ મેળવ્યો
જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સાઇન્સની વિદ્યાથીની શિતુ સોનગરાએ રાજ્ય સ્તરે બાજી મારી : ઝળહળતી સિધ્ધિ.
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષામાં જામનગરના એક મજુર પિતાની પુત્રી એ સમગ્ર જામનગરમાં અવ્વલ એ-૧ ગ્રેડ તેમજ રાજ્યભરમાં ચોથા ક્રમે અવ્વલ રહીને જામનગરનું ગૌરવ વધાર્યું છે.
જામનગરમાં રહેતા અને એક કારખાનામાં લેથ મશીન પર મજૂરી કામ કરતા શૈલેષભાઈ સોનગરા ની પુત્રી શિતુ સોનગરા, કે જે જામનગરની બ્રિલિયન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે, તેણે ગુજરાત માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એ-૧ ગ્રેડ મેળવીને જામનગરમાં અવ્વલ નંબરે આવી છે, ઉપરાંત તેણીએ સમગ્ર રાજ્યભરમાં પણ ચોથો ક્રમ મેળવ્યો છે. શિતુ સોનગરા એ ગુજકેટ ની પરીક્ષા માં પણ ૧૨૦ માંથી ૧૧૫ ગુણ મેળવીને તેમાં પણ એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
તેણી ને એમ.બી.બી.એસ. નો ઉચ્ચ અભ્યાસ કરીને ડોકટર બનવા ની ઈચ્છા છે. શીતુ સોનગ્રા એ ૯૯.૮૨ પી. આર. અને એ-૧ ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે.