જામનગરનાં તબીબ દંપતિની પુત્રીએ વધાર્યુ નગરનું ગૌરવ
- યશ્વી સાતાને રાજ્યપાલની ઉપસ્થિતિમાં એમ.બી.બી.એસ.માં સૌથી વધુ ૯ ગોલ્ડ મેડલ સહિત ૧૧ પુરસ્કાર થશે એનાયત
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૬ માર્ચ ૨૩, રાજકોટમાં ૧૦ માર્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહમાં જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થિની યશ્વી સાતાને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ ૯ ગોલ્ડ મેડલ સહિત ૧૧ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે યશ્વીનાં પિતા ડો. વિજય સાતા ગુરુ ગોવિંદસિંઘ હોસ્પીટલમાં ઓર્થોપેડીક વિભાગનાં વડા તરીકે સેવારત છે, જ્યારે માતા ડૉ. નીતાબેન (માંઢાઈ) સાતા ગાયનેકોલોજીસ્ટ છે. યશ્વી એ માતા-પિતાનાં પગલે ચાલી તબીબી અભ્યાસક્રમમાં ઉત્તમ પ્રદર્શન કરી સાતા પરીવાર ઉપરાંત સમગ્ર શહેરનાં ગૌરવમાં વધારો કર્યો છે.