કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં તાજેતરમાં ધોળે દહાડે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
-
એલસીબી ની ટુકડીએ રૂપિયા ૨૧.૭૬ લાખની માલ મતા સાથે બે તસ્કરોને ઝડપી લીધા : અન્ય એક મહિલાની શોધ ખોળ
-
ભિક્ષાવૃત્તિ કરવાના વેશમાં ગામમાં પ્રવેશીને રેકી કર્યા પછી ચોરીને અંજામ આપતા હતા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ ડીસેમ્બર ૨૪ જામનગર તાલુકાના નાનીવાવડી ગામમાં એક ખેડૂતના મકાનમાં ધોડે દહાડે ચોરી થઈ હતી અને માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂપિયા સાડા સાત લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી.ની ટીમને સફળતા સાંપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઈ રૂપિયા ૨૧.૭૬ લાખની માલમતા કબજે કરી છે, જ્યારે એક મહિલા આરોપીની શોધ ખોળ હાથ કરી છે.
તેઓ પાસેથી સોના દાગીના ૩૨૪ ગ્રામ ૩૫૦ મીલી ગ્રામ કિ.રૂ ૧૯,૯૦,૫૦૦ , ચાંદીના દાગીના ૩૬૬ ગ્રામ કિ.રૂ ૧૯,૦૦૦, રોકડ રૂપીયા ૮૨,૦૦૦, મોબાઇલ ફોન-૧ કિ.રૂ ૫,૦૦૦ સહિત કુલ ૨૧.૭૬ લાખની માલમતા કબજે કરી લેવામાં આવી છે.ઉપરાંત ચોરી ના ગુનામા વાપરેલાં હથિયારો ડીસમીસ, ગણેશીયો,પકડ, તેમજ બે મોટરસાયકલ પણ કબજે કરી લેવામાં આવ્યા છે
પોલીસે પકડી પાડેલા બંને તસ્કરો અન્ય એક મહિલા રમાબેન વાઘેલાને સાથે રાખીને ભિક્ષાવૃત્તિ કરવાના બહાને ગામમાં પ્રવેશતા હતા, અને રેકી કરી લીધા બાદ બંધ મકાનને નિશાન બનાવી લઈ ચોરી કરતા હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે. આથી પોલીસે તેની અન્ય એક મહિલા સાગરીત ધ્રોલના દેવીપુજક વાસ માં રહેતી રમાબેન રાજુભાઈ વાઘેલાને ફરારી જાહેર કરી તેણીની શોધખોળ હાથ ધરી છે.તેઓએ જામનગર જિલ્લામાં અન્ય કેટલાક ગુનાઓને પણ અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાબતે બંને આરોપીઓની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.