જામનગરમાં આજે ભારતના ખ્યાતનામ ક્રિકેટર વિનુ માંકડ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ એપ્રિલ ૨૫ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે જામનગર નો ડંકો વગાડનારા જામનગરના પૂર્વ ખ્યાતના ક્રિકેટર વિનુ માંકડ કે જેઓની આજે જન્મ જયંતી છે, જેની પણ વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી.જામનગર જિલ્લા પંચાયત સર્કલમાં વિનું માંકડ ની પ્રતિમા ને આજે સવારે મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા ફુલહાર કરવામાં આવ્યા હતા. નગર ના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ઉપરાંત જામનગર મહાનગર પાલિકાના અલગ અલગ વોર્ડના કોર્પોરેટરો તથા અન્ય મહાનુભાવો વગેરેએ ઉપસ્થિત અને ફૂલહાર કરીને તેઓની સ્મૃતિ ને યાદ કરી હતી.