જામનગર તાલુકા ના શેખપાટ ગામ નાં લાંચમાં ઝડપાયેલા બન્ને આરોપીઓની જામીન અરજી ના મંજૂર
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૮ જાન્યુઆરી ૨૪ જામનગર તાલુકાના શેખપાટ ગામ નાં ઊપ સરપંચ અને ગ્રામ પંચાયત નાં સભ્ય લાંચ લેતા ઝડપાયા પછી જેલ હવાલે કરાયા હતા.જેઓ ની જામીન અરજી અદાલતે નાં મંજૂર કરી છે. શેખપાઠ ગામ મા એક વ્યક્તિ જમીન માં લેવલિંગ કામ કરાવતા હતા ત્યારે ગામ નાં ઊપ સરપંચ રામજીભાઈ ભિમસીભાઈ કણજારીયા અને ગ્રામ પંચાયત નાં સદસ્ય મનસુખ નાથાભાઈ ચાવડા તમો ખનીજ ની ચોરી કરો છો તેમ કહી ને બંને એ ત્રીસ – ત્રીસ હજાર ની લાંચ ની માગણી કરતા લાંચ રૂશ્વત વિરોધી શાખા એ છટકું ગોઠવી બંને ને ઝડપી લીધા હતા, અને તેઓને જેલ હવાલે કરાયા હતા.
બંને આરોપીઓ દ્વારા જામીન ઉપર છુટવા માટે અરજી કરતાં તમામ દલીલો નાં અંતે બંને ની જામીન અરજી અદાલતે રદ કરી હતી.સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી રોકાયા હતા.