રૂા.16 લાખથી વધુની કિંમતનો સરકારી અનાજના જથ્થો સગે-વગે કરવાના પ્રકરણમાં જામનગરના વેપારીની ધરપકડ
દેશ દેવી ન્યુઝ જામનગર ૨૮.જૂન ૨૨ ખંભાળિયાના પ્રાંત અધિકારી તથા જિલ્લાના ઇન્ચાર્જ પુરવઠા અધિકારી પાર્થ કોટડીયા દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત સરકારી એવા વ્યાજબી ભાવના અનાજનો તોતિંગ જથ્થો મળી આવ્યો હતો. જે સંદર્ભે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા ભાણવડના મામલતદાર દક્ષાબેન રિંડાણી દ્વારા ભાણવડ પંથકમાં ડોર ટુ ડોર સપ્લાયનું વ્યાજબી ભાવની દુકાનનોનું અનાજ ગેરકાયદેસર વેચાણા અર્થે લઈ જતા કરવામાં આવેલી કાર્યવાહીમાં 37 હજાર કિલોગ્રામ ચોખા તથા ઘઉં મળી કુલ રૂા.16 લાખથી વધુની કિંમતનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો.