જામનગર નજીક દરેડ વિસ્તારમાં બાળમજૂરોને ચેક કરવાના મામલે ચાઈલ્ડ લેબર ટાસ્કફોર્ષ ના ૧૦ કારખાનાઓ ઉપર દરોડા
- એક કારખાના માં ૧૪ વર્ષથી નાની વયની બાળા પાસેથી મજૂરી કામ કરાવાતું હોવાથી કારખાનેદાર સામે લેબર એક્ટનો ગુનો નોંધાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ ડીસેમ્બર ૨૩, જામનગર ની ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્ષ ની ટૂકડી દ્વારા ગઈકાલે દરેડ વિસ્તારમાં બાળમજૂરી અંગે ચેક કરવામાં આવ્યું હતું, અને અંદાજે ૧૦ જેટલા કારખાનાઓ ચેક કરાયા હતા. જે પૈકી એક કારખાનામાંથી ૧૪ વર્ષથી નાની વયની એક બાળા પાસે મજૂરી કામ કરાવાતું હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી કારખાનેદાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેને લઈને બાળમજૂરી કરાવતા ઉદ્યોગકારોમાં ફફડાટ મચી ગયો છે જામનગરની ચાઈલ્ડ લેબર ની કચેરી ના ગેજેટેડ ઓફિસર ડો. ડી.ડી. રામીની રાહબરી હેઠળ સમગ્ર ટાસ્કફોર્સ ની ટીમ દ્વારા દરેડ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને બાળમજૂરી અંગે અંદાજે ૧૦ કારખાનાઓ ચેક કરવામાં આવ્યા હતા.