જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
-
સ્વાગત કાર્યક્રમમાં આવેલ તમામ આઠ અરજીઓનો હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ કરાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ ફેબ્રુઆરી ૨૫ જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને શહેર મામલતદાર કચેરી જામનગર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કલેક્ટરશ્રીએ અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.સાથે જ જે અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ થઈ આવેલ તેઓને જરૂરી પ્રમાણપત્ર તથા હુકમોનું વિતરણ કર્યું હતું.
આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કુલ આઠ જેટલા અરજદારોએ વૃદ્ધ સહાય, ગંગાસ્વરૂપ આર્થિક સહાય, પૂરના પાણીથી થયેલ નુકસાની અંગેની સહાય વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જે તમામ પ્રશ્નોનું સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ લવાયું હતું.અરજદારોના પ્રશ્નોના નિરાકરણ લાવવાની સાથે કલેકટરશ્રીએ અરજદારોના પરિવારની સ્થિતિ તેમજ આવક રોજગાર અંગેની માહિતી પણ મેળવી હતી.અને લાગુ પડતી હોય તેવી વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો લાભ લેવા અંગે અરજદારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ સ્વાગત કાર્યક્રમમાં શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર, મામલતદાર ડાભી, જામનગર મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, પી.જી.વી.સી.એલ. વગેરે જોડાયા હતા.