જામનગરમાં ડીકેવી રોડ પર સોડા શોપમાં સોડા પીવા ગયેલી બે તબીબી વિદ્યાર્થીનીઓના ટેબલેટ અને મોબાઈલ ફોન ચોરાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ જાન્યુઆારી ૨૫, જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહીને આયુર્વેદિક તબીબી અભ્યાસ કરતી બે વિદ્યાર્થીની સોડા પીવા ગઈ હતી, જે દરમિયાન તેઓના થેલા માં રાખેલા મોબાઈલ ફોન અને ટેબલેટ ની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.