સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: આર્ય સમાજ તરફથી આપવામાં આવતા મેરેજ સર્ટિફિકેટ માન્ય નહીં ગણાય
દેશ દેવી ન્યુઝ જામનગર ૪ જુન ૨૨. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આર્ય સમાજ તરફથી આપવામા આવતા મેરેજ સર્ટિફિકેટને કાયદાકીય રીતે માન્યતા આપવાની ના પાડી દીધી છે. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરત્નાની પીઠે કહ્યું કે, સમાજનું કામ અને અધિકાર ક્ષેત્ર લગ્નના સર્ટિફિકેટ આપવાનું નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ સક્ષમ અધિકારીનું છે. કોર્ટની સામે અસલી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે.